જયલલિતાની નીકળી અંતિમયાત્રાઃ થોડીવારમાં કરાશે દફનવિધિ, જુઓ વીડિયો
ચેન્નઇઃ અત્યારે જયલલિતાની અંતિમયાત્રા નીકળી છે. અંતિમયાત્રામાં લાખોની સંખ્યામાં તેમના ચાહકો અને સમર્થકો જોડાયા છે. તેમની અંતિમયાત્રા નીકળતાં જ લોકોમાં ભારે દુઃખની લાગણી ફરી વળી હતી. હવે થોડીવારમાં મરીના બીચ ખાતે તેમની દફનવિધિ કરવામાં આવશે. આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અભિનેતા રજનીકાંત, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક મોટી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Tags :
Jaylalitha