રસ્તામાં રમી રહેલી બાળકી પરથી પસાર થઇ ગઇ કાર, જાણો પછી શું થયું, જુઓ વીડિયો
બેંગ્લુરુ: બેંગ્લુરુમાં એક હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક કાર રસ્તા ઉપર રમી રહેલા એક બાળકીના ઉપરથી પસાર થઈ જાય છે. આટલી મોટી ઘટના પછી બાળકીને સામાન્ય ઈજા પણ થતી નથી. આ આખો ઘટનાક્રમનો વીડિયો હાલ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બાળકી રસ્તા ઉપર રમી રહી છે. તે બાળકીની સાથે એક બીજી બાળકી રસ્તાના કિનારે બેઠી હતી. આ તમામ ઘટના વચ્ચે એક વ્યક્તિ પોતાની કારને પાર્ક કરવાની કોશિશ કરી રહ્યો છે. કાર પાર્ક કરતી વખતે તે બાળકી તેને દેખાતી નથી અને તે બાળકી ઉપર આખી કાર ચઢી જાય છે.
આ ઘટના વચ્ચે બીજી બાળકી દોડતી કારની નીચે રહેલી બાળકી પાસે જાય છે પરંતુ ત્યાં સુધીમાં કારનું આગલું પૈડું બાળકી પરથી પસાર થઈ જાય છે. આખી કાર બાળકી ઉપરથી પસાર થઈ ગઈ હોવા છતાં તે બાળકીને સામાન્ય ઈજા પણ પહોંચતી નથી. આ ઘટના 18 મેની છે, જે સીસીટીવીમાં આ વીડિયો સામે આવ્યો છે.