વિસનગરઃ હસનપુરમાં ચૂંટણીને લઈ જૂથ અથડામણ, દસ ઘાયલ; પોલીસનો લાઠીચાર્જ

વિસનગરઃ આજે ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આજે વિસનગરના હસનપુરમાં ચૂંટણીને લઈને એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આ જૂથ અથડામણમાં દસ લોકો ઘાયલ થયા છે.

મતદાન દરમિયાન એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા હતા. ટોળું બેકાબુ થતાં પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળ પર છે. જ્યારે ઘાયલોને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola