લિંમડીમાં 2 યુવકો પર તલવારથી હુમલો, ઘટના CCTVમાં કેદ
સુરેંદ્રનગરના લીમડીના ગ્રીન ચોક વિસ્તારમાં જૂથ અથડામણ થઈ હતી જેમાં બે યુવાનો પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. જુથ અથડામણમાં કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેઓને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.