રૂપાણી ગીર સોમનાથ પહોંચ્યા પણ જમીન પર ઉતર્યા વિના આવવું પડ્યું પાછું, જુઓ વીડિયો
ગાંધીનગરઃ છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગીર સોમનાથના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તેમજ કેટલાય ગામો બેટમાં ફેરવાયા છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદથી હેલિકોપ્ટર મારફત ગીર સોમનાથની મુલાકાત લેવા પહોંચ્યા હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શકતાં તેમને મુલાકાત લીધી વિના જ પાછું ફરવું પડ્યું હતું.