અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી હટાવવા કોંગ્રેસે વિધાનસભા સચિવને કરી રજૂઆત, જુઓ વીડિયો
રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરવા અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ 10 એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું હતું.