કોંગ્રેસને વધુ એક ફટકોઃ સૌરાષ્ટ્રના કયા દિગ્ગજ ધારાસભ્યે આપ્યું રાજીનામું? જોડાશે ભાજપમાં, જુઓ વીડિયો
ગાંધીનગરઃ માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આજે તેમણે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તેમણે રાજીનામું આપી દીધું છે. હવે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. તેમને ભાજપમાં મંત્રીપદ મળે તેવી પણ ચર્ચાઓ છે.