10 થી વધુ MLA પાર્ટી છોડવાના અલ્પેશના દાવાને લઈને કૉંગ્રેસના નેતા શૈલેષ પરમારે શું કહ્યું ? જુઓ વીડિયો
તમામ પદેથી રાજીનામુ આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસે દાવો કર્યો છે કે કોંગ્રેસના 10 થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડીને જઈ રહ્યા છે. જેની સામે શૈલેષ પરમારે નિવેદન આપ્યું અને કહ્યું અલ્પેશ સાથે માત્ર એક ધારાસભ્ય પાર્ટી છોડે તેવી સ્થિતિ છે જે છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા. અલ્પેશને ભાજપ અને સરકારે મોટા પદની લાલચ આપી છે એ નિશ્ચિત છે માટે અલ્પેશ આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. જે પક્ષે અલ્પેશ ઠાકોરને રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી સોંપી તેમની સાથે ઠાકોરે વિશ્વાસઘાત કર્યો છે. રાજ્યસભામાં હાલ કોંગ્રેસ પાસે પૂરતું બળ છે.