દારૂના અડ્ડા પર રેડ કરવા નીકળેલા અલ્પેશ ઠાકોરની કારને પોલીસે રોકી, જાણો સમર્થકોએ શું કર્યું ?

Continues below advertisement

ગાંધીનગરઃ ગાંધીનગરમાં દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવા પહોંચેલા કોગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ કાયદાનો ભંગ કરતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરના કાફલામાં રહેલી બ્લેક ફિલ્મ અને નંબર વગરની કારને પોલીસે રોકી હતી જેને કારણે હોબાળો મચી ગયો હતો. કારને રોકવાને કારણે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે પોલીસ સાથે જીભાજોડી કરી હતી.  

ગઇકાલે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરના કાફલામાં રહેલી બ્લેક ફિલ્મ અને નંબર વગરની કારને રોકીને પોલીસે કાર્યવાહી કરતા તેના સમર્થકોએ પોલીસ સાથે રકઝક કરી હતી. પોલીસના આ કાર્યવાહીથી અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પોલીસ પર ભડક્યા હતા. સમર્થકોએ અલ્પેશ ઠાકોરની હાજરીમાં જ પોલીસ સાથે રકઝક કરી હતી. ત્યારે અહી સવાલ થાય છે કે  દારૂબંધીના કાયદાનો અમલ કરાવવા નીકળેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સમર્થકો જ કાયદાનું ભાન ભૂલ્યા છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram