ભાજપથી નારાજ નીતિન પટેલને કોંગ્રેસે શું કરી મોટી ઓફર? જુઓ વીડિયો
અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ખાતાની ફાળવણીમાં અન્યાય થતાં તેઓ નારાજ હોવાના અહેવાલ સામે આવતાં તેમને મળવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. ભાજપના નેતાઓ પણ નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા. જેમણે પણ નીતિન પટેલ નારાજ હોવાની પુષ્ટી કરી છે. ત્યારે કોંગ્રેસના નેતાએ નીતિન પટેલને કોંગ્રેસ તરફથી મોટી ઓફર કરી છે.
અમરેલી જિલ્લાના લાઠી બેઠકના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુદ્દે પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું કે નીતિન પટેલ સહિત 10 ધારાસભ્યો આવે તો મુખ્યમંત્રી તરીકે અમે રાહુલ ગાંધીને વિનંતી કરશું.