રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકવા મામલે કોંગ્રેસે કોની કોની સામે નોંધાવી ફરિયાદ ? જુઓ વીડિયો
અમદાવાદઃ ગઈ કાલે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો થયો હતો. આ મામલે કોંગ્રેસ દ્વારા કથિત ભાજપના 4 કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બનાસકાંઠમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો વિરોધ થયો હતો. કોંગ્રેસે ભગવાનભાઈ પટેલ(એપીએમસીના ચેરમેન,ધાનેરા), જિલ્લા યુવા ભાજપમંત્રી જયેશ દરજી, ધાનેરા યુવા ભાજપ પ્રમુખ મોડસિંગ રાવ, મુકેશ ઠક્કર તેમજ અન્ય ભાજપ કાર્યકરો સામે ફરિયાદ નોંધાવી છે.