જામનગરઃ કોન્સ્ટેબલે માર મારતાં દીકરીને તેડી પોલીસ સ્ટેશને પહોંચ્યા રીવાબા, જુઓ વીડિયો
જામનગરઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર ગઈ કાલે સાંજે પોલીસ કોન્સ્ટેબલે નજીવી બાબતમાં હુમલો કર્યો હતો. સોમવારે સાંજે પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત સર્જાયા બાદ રીવાબા ઉપર હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ તેમને કોન્સ્ટેબલથી બચાવ્યા હતા. જોકે, રીવાબા ઘટના સ્થળેથી સીધા જ ફરિયાદ કરવા માટે એસપી ઓફિસ પહોંચા હતા.