તોગડિયા ગુમ થવા મુદ્દે ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલના પગલે હોબાળો મચી ગયો હતો. વીએચપીના કાર્યકરોએ સોલા પોલીસ સ્ટેશન અને સોલા રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. ત્યારે સોલા પોલીસે ધરપકડ કે અટકાયત ન કરી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે.કે. ભટ્ટે પત્રકાર પરિષદ બોલાવીને તેઓ ગુમ હોવાનું જણાવ્યું હતું અને આ અંગે તપાસ કરી રહ્યા હોવાનું ઉમેર્યું હતું.
જે.કે ભટ્ટે જણાવ્યું હતું કે, 2015માં એક જાહેરનામાંનો ભંગનો કેસ હતો. રાજસ્થાનના ગંગાપુર પોલીસે વોરંટ બજાવવા સોલા પોલીસની મદદ માંગી હતી. તેમણે કહ્યું કે, એક રીક્ષામાં બેસી તોગડિયા ક્યાંક ચાલ્યા ગયા છે. આપણે અમે તપાસ કરી રહ્યા છીએ. તેઓની પાસે ઝેડ પ્લસ સુરક્ષા છે.
Continues below advertisement