ભરૂચઃ અંકલેશ્વરમાં સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે મુક્યા અશ્લીલ વીડિયો, બાદમાં શિક્ષકના કેવા થયા હાલ, જુઓ વીડિયો
Continues below advertisement
ભરુચના અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતિ વિદ્યામંદિર શાળાના શિક્ષકે શાળાના ઓનલાઈન ગ્રૂપમાં અશ્લીલ વિડીયો નાખતા હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અર્થે બનાવાયેલ વોટ્સએપ ગ્રુપમાં વીડિયો પોસ્ટ કરાયા હતા. વાલીઓએ શાળા પર પહોંચી ભારે વિરોધ નોંધાવ્યો હતો. અશ્લીલ વીડિયોને કારણે લોકો ખૂબ જ ઉશ્કેરાઇ ગયા હતા અને શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. જીઆઈડીસી પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement