અમદાવાદના શાહપુરમાં સમાધાન કરવા ગયેલા યુવકની હત્યા, ત્રણની કરાઇ ધરપકડ
Continues below advertisement
અમદાવાદના શાહપુરમાં આવેલા ખાનપુર દરવાજા પાસે એક યુવકને અન્ય લોકો વચ્ચે થતાં ઝઘડામાં સમાધાન કરાવવું ભારે પડ્યું હતું. એક રિક્ષા ચાલક અને ખાનપુર દરવાજા પાસે જ રહેતા ફિરોઝ વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારે ફિરોઝનો પાડોશી ઝહિર ઝઘડો શાંત કરાવવા માટે વચ્ચે પડ્યો હતો જેમાં તેનો જીવ ગયો હતો. શાહપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફિરોઝ, અયુબ અને રિઝવાનની ધરપકડ કરી હતી.
Continues below advertisement