Dahod Murder Case : મામી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પછી દીકરી પર બગાડી નજર, મામીએ ઇન્કાર કરતાં...

Dahod Murder Case : મામી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પછી દીકરી પર બગાડી નજર, મામીએ ઇન્કાર કરતાં...

દાહોદમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે દાહોદમાં મહિલાની હત્યા કોઇ અન્યએ નહી પરંતુ મહિલાના ભાણેજે જ કરી હતી. પોલીસે ખુલાસો કર્યો હતો કે આરોપી પ્રવીણસિંહને તેની મામી સાથે અનૈતિક સંબંધ હતા. એટલું જ નહી આરોપી પ્રવીણ પામોંણી મામીની દીકરી પર પણ નજર બગાડતો હતો. જેનો તેની મામીએ વિરોધ કર્યો હતો જેને કારણે આરોપી પ્રવીણસિંહે તેની મામીની હત્ય કરી હતી. પોલીસે દાહોદથી ઝાબુઆ વચ્ચેના 100થી વધુ CCTV ફૂટેજ ચકાસી હત્યા કેસનો ભેદ ઉકેલી લીધો હતો. મામીનો મૃતદેહ બંધ સેલ્સ ટેક્સ કચેરીમાં આવેલી અવાવરું કેબિનમાં મળી આવ્યો હતો. પોલીસે 36 કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. પોલીસી આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે દાહોદ નજીક પુંસરી ગામે આવેલી લાંબા સમયથી બંધ પડેલી RTO ચેકપોસ્ટના એક કેબિનમાંથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમા મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. મહિલાના લગ્ન ઝાલોદ તાલુકાના એક ગામમાં થયા હતા. મામી અને ભાણેજ વચ્ચે અનૈતિક સંબંધોના કારણે મહિલાની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો. ભાણેજ પ્રવીણ પામોંણીએ મામીની હત્યા કરી હતી. મામી સાથે આડા સબંધ છતાં પ્રવીણ  તેની દિકરી ઉપર પણ નજર બગાડી હતી. જેના કારણે મામી તેને ધમકી આપી હતી. જેથી ભાણેજે મામીની હત્યા કરી હતી. દાહોદથી ઝાબુઆ વચ્ચે 100 સીસીટીવી ચકાસતા મહિલાના ભાણિયાએ હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola