Sonam Killed Raja Raghuvanshi : મેઘાલયમાં હનીમૂન દરમિયાન ખેલાયો ખૂની ખેલ, પત્નીએ કરાવી પતિની હત્યા

Sonam Killed Raja Raghuvanshi : મેઘાલયમાં હનીમૂન દરમિયાન ખેલાયો ખૂની ખેલ, પત્નીએ કરાવી પતિની હત્યા

Raja Raghuwanshi Murder Case: મેઘાલય પોલીસને ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે પત્ની સોનમ સહિત ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી છે. ડીજીપીએ જણાવ્યું હતું કે, રાજા રઘુવંશીની હત્યા કરવા માટે હત્યારાઓને રાખવામાં આવ્યા હતા.

શનિવાર (07 જૂન, 2025) ના રોજ, એક ટૂર ગાઇડે જણાવ્યું હતું કે, ઇન્દોરના હનીમૂન કપલ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ મેઘાલયના સોહરા વિસ્તારમાંથી ગુમ થયા ત્યારે તેમની સાથે ત્રણ અન્ય લોકો પણ હાજર હતા. એક અધિકારીએ પુષ્ટિ કરી હતી કે, ગાઇડે પોલીસને આ માહિતી આપી હતી.

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ ટ્વીટ કર્યું છે કે, ઇન્દોરના રાજા હત્યા કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં, મધ્યપ્રદેશના ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે, મહિલાએ આત્મસમર્પણ કર્યું છે અને બીજા હુમલાખોરને પકડવાની કાર્યવાહી હજુ ચાલુ છે.

ટૂર ગાઇડે આ માહિતી આપી હતી

શનિવારે (07 જૂન, 2025) એક ટૂર ગાઇડે જણાવ્યું હતું કે, ઇન્દોરના હનીમૂન કપલ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ સાથે, મેઘાલયના સોહરા વિસ્તારમાંથી ગૂમ થયા તે દિવસે ત્રણ અન્ય લોકો પણ હાજર હતા. એક અધિકારીએ પુષ્ટિ આપી હતી કે ગાઇડે પોલીસને આ માહિતી આપી હતી.

સમગ્ર મામલો શું છે ?

ઇંદોરનું આ કપલ 11 મે 2025 ના રોજ લગ્ન પછી હનીમૂન માટે શિલોંગ ગયું હતું. તેઓ 20 મેના રોજ મેઘાલય પહોંચ્યા અને 23 મેના રોજ છેલ્લી વાર પરિવાર સાથે વાત કરી. આ પછી, તેમના બંને ફોન બંધ થઈ ગયા હતા.

સોહરારિમ વિસ્તારમાં દંપતીની ભાડે લીધેલી  સ્કૂટી  મળી આવી હતી. ત્યારબાદ 2 જૂનના રોજ, રાજા રઘુવંશીનો સડી ગયેલો મૃતદેહ વેઈ સોડોંગ ધોધ નજીક એક ખાડામાંથી મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તેની પત્ની સોનમનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેના કારણે પરિવારને અપહરણ કે માનવ તસ્કરીની શંકા વ્યક્ત કરી હતી. શિલોંગમાં આ દંપતીનું શું થયું અને રાજાનું મૃત્યુ કેવી રીતે થયું તે આરોપીની પૂછપરછ બાદ જ જાણી શકાશે.

ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશીએ 11 મેના રોજ સોનમ રઘુવંશી સાથે લગ્ન કર્યા હતા. રાજાનો મૃતદેહ મળ્યો ત્યારથી પોલીસ સોનમને શોધી રહી હતી. હવે ગાઝીપુરમાં સોનમ મળી આવ્યા બાદ આ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola