Banaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડ

Banaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડ

બનાસકાંઠામાં બ્યુટી પાર્લર સાથે સંકળાયેલી યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થતા પાલનપુર કાયદાકીય સલાહ લેવા માટે આવી હતી. જો કે તેને ગોંધી રાખી માલણ ગામના શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ડીસા પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે એકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

બનાસકાંઠામાં બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થઈ હતી અને જેને લઇને તેમણે પાલનપુરમાં કાનૂની સલાહ લેવા માટે આવી હતી. યુવતી એ કહ્યું હતું કે પાલનપુરથી મને દાંતા લઇ ગયા હતા ત્યાં એક ઈસમે મારી સાથે અડપલા કર્યા હતા.. ત્યાર બાદ પાલનપુર માં જે માલણ ગામના લાલાભાઇ અફઝલભાઈ  યુવતીને અજાણી મહિલાના મકાનમાં ત્રણ દિવસ ગોંધી રાખી તેના પર બળજરૂરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેમજ મફતમાં કાનૂની સલાહ ના બદલામાં અન્ય પુરુષ સાથે ફોટા પડાવવાનું કહેતા યુવતીને હનીટ્રેપ થવાની જાણ થતા તે તેમની ચુંગાલમાંથી ભાગી જઈ પોલીસ મથકે પહોંચી હતી. તેની સાથે દુષ્કર્મ આચરનાર તેમજ હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરનાર લાલાભાઇ ઉર્ફે અફજલભાઈ સહિત બે મહિલા તેમજ વકીલ સહિત અન્ય એક  ઈસમ મળી પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ અંગે પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં લાલાભાઇ ઉર્ફે અફજલભાઇને પોલીસે ઝડપી પાડ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola