Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી
Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી
રાજકોટમાં પોલીસ કર્મચારી હત્યાના દોષીતોનો આતંક: સાક્ષીના ભાઈ પર હુમલો
રાજકોટમાં પોલીસ કર્મચારીની હત્યાના દોષીતોનો આતંક જોવા મળી રહ્યો છે. પેરોલ પર છૂટી પોલીસ કર્મચારી હત્યાના કેસમાં સાક્ષીના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે. પેરોલ જંપ કરી ભાગતા ફરતા દોષીઓએ ગેંગ બનાવીને આ હુમલો કર્યો છે. મૃતક પોલીસ કર્મચારી ભરત ગઢવીના સાક્ષીના ભાઈ રમેશ સહિત ત્રણ શખ્સોએ ઉપર પેંડા ગેંગે હુમલો કર્યો. રાજા જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે મિલન બાવાજી, દિનેશ કાચો, પિયુષ સોલંકી, મનયો મિસ્ત્રી, છોટું અને એક અજાણ્યા શખ્સે પણ હુમલો કર્યો છે. આ તમામ શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
2016 માં રાજકોટમાં ભરત ગઢવી નામના પોલીસ કર્મચારીની હત્યા થઈ હતી. શક્તિ ઉર્ફે પેંડાની ગેંગે પોલીસ કર્મચારીની જાહેરમાં હત્યા કરી હતી. છરીના ઘા મારી મધરાતે કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આરોપીને કોર્ટે સજા ફટકારી હતી. આ કેસમાંથી હટી જવા માટે સાક્ષીના ભાઈ પર ગેંગે જાહેરમાં હુમલો કર્યો. આરોપી રાજા જાડેજા સહિત નવ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ સામે ગુસ્સે ટોક સહિતની કલમ લગાવવાની પણ માંગ ઉઠી રહી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહીની ભોગ બંડારના પરિવારે માંગ કરી છે.