વડોદરાના બગલામુખી મંદિરના મહંત પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ નોંધાઇ દુષ્કર્મની ફરિયાદ
વડોદરામાં બગલામુખી મંદિરના ઢોંગી મહંત પ્રશાંત ઉપાધ્યા વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 2015માં ધોરણ 10માં અભ્યાસ કરતી સેવકની પુત્રી પર દુષ્કર્મ આચર્યો હતો.સેવકની પુત્રીનો વીડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી 10 વખત દુષ્કર્મ આચરવાનો ઢોંગી મહંત પર આરોપ છે.ગુરુની સેવા કરવાના બહાને આશ્રમના બેડરૂમમાં બોલાવી કેફી ગોળીઓ આપી હેવાનિયત કરતો હતો .ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રશાંત ઉપાધ્યાયના વિરુદ્ધમાં પોકસોની કલમ દાખલ કરવામાં આવી છે અને ઢોંગી મહંતની સાથે તેની 3 મહિલા અનુયાયીઓના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.