દીવ-દમણના સાંસદના નામે છેતરપિંડી, ભંડારા-મંદિર માટે ઉઘરાવતા હતા ફંડ

Continues below advertisement
સંઘ પ્રદેશ દમણમાં સાંસદના નામે જ ધર્મદાના ઉઘરાણા કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. કોરોનાના કારણે લોક ડાઉનમાં હીરાના કારખાનાઓ બંધ રહેતાં બેકાર બનેલા બે હીરાઘસુઓએ શોર્ટકટમાં પૈસા કમાવાનો એક અલગ જ કીમિઓ રચ્યો અને સંઘપ્રદેશ દમણ-દીવના સાંસદના નામે કંપનીના માલિકોને ફોન કરાવી મંદિર અને ભંડારા માટે ફાળો ઊઘરાવવાની યુક્તિ અજમાવી હતી. જોકે સાંસદ સુધી વાત પહોંચતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. દમણ-દીવનાં સાંસદ લાલુભાઇ પટેલે દમણના કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ અમદાવાદથી બે ભેજાબાજની ધરપકડ કરી લીધી હતી. પોલીસની તપાસ આ મામલામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram