સુરત આવેલા વેપારી સાથે ઠગાઇનો મામલો, 45 લાખ રૂપિયા સાથે આરોપીની ધરપકડ
સુરત આવેલા વેપારી સાથે ઠગાઇનો મામલો સામે આવ્યો છે. કોલ્હાપુરથી સસ્તું સોનું ખરીદવા માટે વેપારી સુરત આવ્યા હતા. જ્યા તેમની સાથે છેતરપિંડી થતા રહી ગઈ હતી. 45 લાખ રૂપિયા લઈને ભાગેલા આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આરોપીઓએ વેપારીને નકલી સોનુ આપી પોતાના વિશ્વાસમાં લીધા હતા.