Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

Continues below advertisement

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

માસી, મારા પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે, એટલું કહેતા જ પ્રિયા(નામ બદલ્યું છે) ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગી. બીજી તરફ પ્રિયાની વાત સાંભળતાં જ માસીના પગ નીચેથી પગ સરકી ગયો. પરંતુ થોડી જ વારમાં તેણે સ્વસ્થ થઈ પ્રિયાને શાંત પાડી ને તેની સાથે વાત કરી તો ખબર પડી કે, પ્રિયાની માતા બીમાર માતા એટલે કે માસીની બહેન પિયર આવતાં પ્રિયા અને પપ્પા બે જ ઘરમાં રહેતા હતા. બીજી તરફ પિતાની નજર 12 વર્ષીય પ્રિયા પર પડી હતી. હવસખોર પિતાએ માસૂમ દીકરી પર નજર બગાડી હતી. એકવાર દીકરી પર કુકર્મ ગુજાર્યા બાદ તેણે દીકરીને આ અંગે કોઈને ન કહેવા બ્લેકમેલ કરી હતી. તેમજ આ પછી તો નરાધમ પિતા તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. આ બધી જ વાત માસીને કરતાં તે સમસમી ગઈ હતી. 

બાદમાં પ્રિયાને હિંમત આપી માસીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તેમજ આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સામે આવતાં લોકો નરાધમ પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram