Ahmedabad Crime | અમદાવાદમાં ગુંડારાજ | ગૃહ રાજ્ય મંત્રીના રાજીનામાની કોણે કરી માંગ? ABP Asmita

Continues below advertisement

અમદાવાદ: શહેરમાં આરોપીઓને પોલીસનો ડર નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે.  કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી માર મારવાની ઘટના સામે આવતા અરેરાટી મચી છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે, CCTV માં પોલીસની ગાડી પાછળથી જતી દેખાય રહી છે.

પોલીસની ગાડી ઘટના સ્થળેથી પસાર થાય છે તેમ છતા તે ત્યાં રોકાવાનો પ્રયાસ કરતી નથી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બુટલેગર કિશોર લંગડાના પુત્ર અજિત સિંહ રાઠોડનુ 5 લોકોએ અપહરણ કર્યુ હતું. કુખ્યાત આરોપી ધમા બારડ સહીત 5 લોકોએ અપહરણ કરી મારમારતા ફરિયાદ  નોંધાઈ છે.

તો મળતી માહિતી પ્રમાણે ગાડીની ડીપર મારવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ આરોપીઓએ અજિત સિંહ રાઠોડનું અપહરણ કર્યુપં અને તેને માર પણ માર્યો. ઘટનાના વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં કૃષ્ણનગર પોલીસે ધમા બારડ સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram