રાજકોટની 23 વર્ષીય યુવતી પર સામૂહિક બળાત્કાર મામલે કોણ છે મુખ્ય આરોપી? શું કહી રહી છે પોલીસ?
રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમદાવાદ મહિલા ક્રાઈમબ્રાંચમાં નોંધાઈ છે. એક યુવકે યુવતીને અમદાવાદની હોટલમાં બોલાવી અન્ય બે પુરુષો સાથે યુવતીની ઓળખાણ કરાવી હતી. ત્યાર બાદ તેને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા. જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી બંનેએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી પાંચેય આરોપીઓ દુષ્કર્મ આચરતા હતા. યુવતીએ પ્રજ્ઞેશ પટેલ, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.