Patan Crime : પાટણમાં પ્રાથમિક શાળાના આચાર્યે બાળકી સાથે અડપલા કરતા ખળભળાટ

શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના બની પાટણ જિલ્લામાં. હારિજ તાલુકાના દૂનાવાડાની પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણ પટેલ પર શાળાની જ બાળકી પર શારીરિક અડપલા કરવાનો આરોપ લાગ્યો છે. આચાર્ય પ્રવીણ પટેલ શાળાની બાળકીઓને શારીરિક અડપલા કરતો હોવાની વારંવારની ઘટના બનતા બાળકીઓએ પરિવારને ફરિયાદ કરી. 

જે બાદ રોષે ભરાયેલા બાળકીના પરિવારજનોએ તાત્કાલિક સ્કૂલ પર પહોંચીને આરોપી આચાર્ય પ્રવીણ પટેલને મેથી પાક ચખાડ્યો. સાથે, હારિત પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપી છે. દૂનાવાડાની પ્રાથમિક શાળાના આચાર્યની કરતૂત સામે આખા ગામમાં રોષની લાગણી છે. આ નરાધમ આચાર્ય બાળકીઓને શારીરિક અડપલા કરતો હોવાની સમગ્ર ઘટનાની જાણ બાળકીએ પોતાના પરિવારજનોને કરી. ફરિયાદ બાદ પરિવારજનોએ શાળાએ પહોંચી ખૂબ હલ્લાબોલ કર્યો. એટલું જ નહીં, આચાર્યને મેથી પાક પણ ચખાડ્યો. હાલ તો સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.  આચાર્ય શિક્ષક કોઈપણ કેમ ના હોય તેમને ઉદાહરણરૂપ સજા તો મળવી જ જોઈએ કે બીજી વખત કોઈની હિંમત ના થાય. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola