Vadodara Gang Rape Case : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓ સામે 600 પાનાની ચાર્જશીટ દાખલ

Continues below advertisement

 વડોદરામાં બીજા નોરતે સગીરા પર ભાયલી ગામની સીમમાં સામૂહિક દુષ્કર્મ આચરનારા આરોપીઓ સામે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે સોમવારે 21 ઓક્ટોબરના 600 પાનાની ચારચેટ પોક્સો કોર્ટમાં રજૂ કરી. નરાધમોને વહેલામાં વહેલી તકે કડક સજા થાય તે માટે જિલ્લા પોલીસ તરફથી 17 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી રજૂ કરાઈ છે. આ ચાર્જશીટમાં ત્રણેય નરાધમો વિરુદ્ધ 100 સાક્ષીના નિવેદનો એફએસએલ અને મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓને સજા અપાવવા પૂરતા હોવાનો સરકારી વકીલનો દાવો છે. સગીરા ઉપર બે બાઈક ઉપર આવેલા પાંચ શખ્સોમાંથી ત્રણ હવસકોરે દુષ્કાર્મ આચર્યું. આ ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું. ગેંગ રેપ કેસમાં વડોદરા શહેર અને જિલ્લા પોલીસે નરાધમોને ઝડપી પાડવા આકાશ પાતાળ એક કરી દીધા. આ ગુનામાં સંડુવાયેલા પાંચ નરાધમો આફતાબ સુબેદાર બંજારા, મુન્ના અબ્બાસ બંજારા, શાહરુખ કિસ્મત અલી બંજારા, સૈફ અલી બંજારા અને અજમલ બંજારાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઈટીના હવાલે કર્યા હતા. તપાસ એજન્સીએ નરાધમોને બે વખત કોર્ટમાં રજૂ કરી, પ્રથમ વખત બે દિવસના, બીજી વાર ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા. આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા માટે સરકાર તરફથી શહેરના જાણીતા ધારા શાસ્ત્રી શૈલેશ પટેલ અને સુરત જિલ્લા સરકારી વકીલ નયનભાઈ સુખડવાલાની સ્પેશિયલ પીપી તરીકે નિયુક્તિ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram