Vadodara Murder Case : ભાજપ નેતા પુત્રની હત્યા કેસમાં PI, PSI સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડ
Vadodara Murder Case : ભાજપ નેતા પુત્રની હત્યા કેસમાં PI, PSI સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડ
વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની પોલીસની હાજરીમાં જ હત્યાના કેસમાં પોલીસ દ્વારા મોટી કાર્યવા કરવામાં આવી છે. આ કેસમાં પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ, પીએસઆઇ સહિત 10 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. જેને પગલે વડોદરા પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. અગાઉ પણ પોલીસ કમિશનરે બે પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા.
સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓના નામ
સેકન્ડ PI કે.એસ.માણીયા
PSI કે.ડી.પરમાર -કારેલીબાગ
એ.એસ.આઇ. મનોજ સોમાભાઇ
એ.એસ.આઇ. પ્રવિણકુમાર સેતાજી
અનાર્મ હેડ કોસ્ટેબલ જયદેવભાઇ રમેશભાઈ
અનાર્મ હેડ કોસ્ટેબલ જયદિપભાઈ જશવંતભાઇ
અનાર્મ હેડ કોસ્ટેબલ અર્જુનભાઈ ઇશ્વરભાઈ
અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ ખેમાભાઇ
અનાર્મ લોકરક્ષક રાકેશભાઇ નટવરભાઇ
અનાર્મ લોકરક્ષક ભરતભાઇ રણછોડભાઇ