Amreli Murder Case : અમરેલીમાં ખૂદ બનેવીએ જ કરી નાંખી સાળાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

Continues below advertisement

Amreli Murder Case : અમરેલીમાં ખૂદ બનેવીએ જ કરી નાંખી સાળાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો 

અમરેલી જિલ્લામા 2 દિવસ પહેલા હત્યાની ઘટનાને લઈ ચકચાર મચી હતી. જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં સામાન્ય બાબતે હત્યા કરવામાં આવતા નાનકડા ગામમાં ચકચાર મચી ગઈ હતી. પ્રવીણભાઈ જીલુભાઈ સોલંકી નામના યુવકને તેના બનેવી દ્વારા બજારમાં જાહેરમાં પેટમાં પાટુ મારી પછાડી દીધા બાદ આરોપી બનેવી દ્વારા લાકડું પેટમાં મારી દેવાના કારણે ગંભીર ઇજાઓ પેટના ભાગે થવાના કારણે મોત થયું હતું. હત્યામા ઘટના પલટાયા બાદ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાએ આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધાવ્યો હતો. પોલીસએ ફરિયાદના આધારે ઘટનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્કોડની ટીમો દ્વારા આરોપી રમેશ બાંભણીયાને ગણતરીની કલાકોમા દબોચી લીધો હતો. ધરપકડ કર્યા બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હત્યામાં વપરાયેલ લાકડું પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે, હાલ આરોપીની વધુ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. મૃતક યુવકના પિતા જીલુભાઈ પાલાભાઈ સોલંકીએ આરોપી રમેશભાઈ દાદુભાઇ બાંભણીયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે, જેમા ફરીયાદી જીલુભાઈ સોલંકીની દીકરી દયાબેન આરોપી રમેશભાઈ દાદુભાઈ બાંભણીયા સાથે પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે વડલી ગામે રહેતી હતી. આરોપી રમેશભાઈ હેરાન પરેશાન કરતા હતા જેના કારણે આરોપીની પત્ની દયાબેન મનદુઃખના કારણે વડલી પિતાના ઘરે આવી. આ મનદુઃખ રાખી તેમના સાળા મૃતક પ્રવીણભાઈ સોલંકી ગામમાં દૂધ લેવા આવતા આરોપી રમેશ બાંભણીયા દ્વારા જોરથી પેટના ભાગે પાટુ મારી લાકડા વડે પેટના ભાગે મૂંઢ માર મારી ગાળો આપી જીવલેણ હુમલો કરતા પ્રવીણભાઈનું મોત નિપજાવતા મામલો હત્યામાં પલટાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram