કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો
રાજકોટઃ રાજકોટ પોલીસે અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી એક ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા ડી-ગેંગના શાર્પશૂટર્સને ઝડપ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે, દાઉદ ઇબ્રાહિમના નાના ભાઇ અનિસ ઇબ્રાહિમે જામનગરના બિઝનેસમેન અસપાક ખત્રીની હત્યા માટે 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ ચારેય શાર્પશૂટર્સ પાસેથી ચાર ગન અને કારતૂસ મળી આવ્યા હતા.
DCp ઓડેદરાએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા તમામ આરોપીઓમાં સોપારી કિલર રામદાસ રાહણેનો પણ સમાવેશ થાય છે. પોલીસના કહેવા પ્રમાણે, આરોપીઓ પાસેથી મહારાષ્ટ્ર અને ગુજરાતના કારની નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસને ખાનગી માહિતી મળી હતી કે શાર્પશૂટર્સ જામનગરના બિઝનેસમેનની હત્યાને અંજામ આપવાના છે.