આત્મવિલોપન કેસઃ ગાંધીનગર-અમદાવાદ બંધનું એલાન, જીજ્ઞેશ મેવાણીની અટકાયત
Continues below advertisement
અમદાવાદઃ પાટણમાં આત્મવિલોપન કર્યા બાદ દલિત કાર્યકર ભાનુભાઇ વણકરના મોત મામલે સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પાટણ આત્મવિલોપન મામલે આજે અમદાવાદ અને ગાંધીનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આ ઘટનાનો વિરોધ કરી રહેલા દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. સરસપૂર પોલીસે જીજ્ઞેશ મેવાણીની અટકાયત કરી હતી.
Continues below advertisement