1,000 ફૂટ ઉંચી ઇમારત પર સેફ્ટી વિના લટકી ફોટોશૂટ કરાવ્યું મોડલ, વીડિયો થયો વાયરલ
Continues below advertisement
નવી દિલ્લીઃ પરફેક્ટ ફોટોના ચક્કરમાં એક રશિયન મોડલે પોતાના જીવની પણ ચિંતા કરી નહોતી. આ મોડલનો ખતરનાક ફોટોશૂટ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, લોકો મોડલના આ ફોટોશૂટની ખૂબ ટીકા કરી રહ્યા છે. વાસ્તવમાં આ મોડલે કોઇ પણ પ્રકારની સેફ્ટી વિના દુબઇની સૌથી ઉંચી બિલ્ડિંગ પરથી લટકતા ફોટોશૂટ કરાવ્યું હતું.
22 વર્ષની વિક્ટોરિયા ઓડિન્ટસોવાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ કર્યો હતો. તેણે ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને લખ્યું હતું કે મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે મે આ કરી બતાવ્યું છે.
લોકો મોડલના આ પગલાને ગાંડપણ ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મોડલનું આ ફોટોશૂટથી યુવાઓમાં ખોટો મેસેજ જાય છે.
Continues below advertisement