સુમનદીપ લાંચના આરોપીઓ પર ફેંકી શાહી, કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
વડોદરાઃ સુમનદીપ વિદ્યાપીઠમાં MBBSની સ્ટુડન્ટને ફાઇનલ પરીક્ષામાં બેસવા અને પાસ કરવા માટે રૂપિયા 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા ચેરમેન મનસુખ શાહ સહિત 3 આરોપીઓને ACBએ વડોદરાની સેસન્સ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. આ દરમિયાન નારાજ એક યુવકે આરોપીઓ પર શાહી ફેંકી હતી. કોર્ટે 3 દિવસ ધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
મુખ્ય આરોપી મનસુખ શાહે નોટબંધી સમયે રૂપિયા 43 કરોડની F.D કરી હતી. આ એફડીની તપાસ સહિત વિવિધ મુદ્દાઓની તપાસ માટે ACBએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.રૂપિયા 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા ડો. મનસુખ શાહ, અશોક ટેલર અને વિનોદ ઉર્ફ ભરત સાવંતને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.