Video: આ છે દીપિકા પાદુકોણની ફિટ બોડીનું રહસ્ય, ટ્રેનરે શેર કર્યો વીડિયો

Continues below advertisement
નવી દિલ્હીઃ સાડી હોય કે ગાઉન, દરેક આઉટફિટમાં છવાઈ જનારી દીપિકા પાદુકોણની ફિટ બોડીનું રહસ્ય જણાવી રહી છે તેની ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલા. તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર દીપિકા પાદુકોણની સાથે એક પોસ્ટ શેર કરી છે જેમાં તે તેને સ્વાન ડાઈવ કરાવતી જોવા મળી રહી છે. યાસ્મીન અનુસાર સ્વાન ડાઈવથી બેક મસલ્સ મજબૂત થાય છે અને હિપ્સ શેપમાં આવી જાય છે.

આ એક્સરસાઇઝ પેટ, પીઠ, હેમસ્ટ્રિંગ્સ, સાથળ અને હિપ્સ પર અસર કરે છે. રેગ્યુલર એક્સરસાઇઝ ન કરતા લોકો માટે આ એક્સરસાઇઝ થોડી અઘરી છે. આ એક્સરસાઇઝના પહેલા સેશન દરમિયાન તમારી પીઠને સપોર્ટ આપવો જરૂરી છે. આના માટે ટ્રેનરની મદદ લેવી.

સૌથી પહેલાં જમીન તરફ મોં રે તેવી રીતે ઊંઘી જાઓ અને તમારા પેટથી શરીરને ઉપર ઉઠાવવાની કોશિશ કરો. ધ્યાન રાખવું કે તમારા પગ સીધા હોય અને બંને પગ વચ્ચે થોડું અંતર રાખવું. તમારા બંને હાથ પણ સીધા હોવા જોઇએ અને પંજા પર જોર લગાવવાનું. ઉપરાંત તમારી કમર સીધી હોય અને ટેલબોલ નીચેની તરફ ધકેલાવો જોઇએ. એબ્સ ઉપર ઉઠાવો પણ વધુ ઉપર ઉઠાવવાની કોશિશ ન કરવી. આ એક્સરસાઇઝ દરમિયાન ઇજાથી બચવા માટે શક્ય હોય તેટલું જ શરીર સ્ટ્રેચ કરવું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram