'આ છાપામાં આવે છે એ બધી વાતો પર વિશ્વાસ ના કરવો હોં.....' નીતિન પટેલે કેમ આવું કહ્યું ? જુઓ વીડિયો
અમદાવાદઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ' નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમિટમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સહિત સમાજના આગેવાનો અને સંતો મહંતોએ હાજરી આપી હતી. સમિટમાં પોતાના સંબોધન દરમિયાન માઇક સુધી પહોંચી ન શકતા નીતિન પટેલે પાટલા પર ઉભા રહીને ભાષણ આપ્યું હતું.
તેમણે કહ્યું કે, છાપામાં આવતી તમામ વાતો પર વિશ્વાસ કરવો જોઇએ નહીં. ગુજરાત સરકારે તમામ જ્ઞાતિઓ માટે યોજનાઓ શરૂ કરી છે તેનો લાભ લેવો જોઇએ.