દીવઃ સરકારી કોન્ટ્રાક્ટરને ભાજપના આ નેતાએ ફટકાર્યો અને કરી બેફામ ગાળાગાળી, જુઓ વીડિયો
Continues below advertisement
દીવ: દીવના વણાંકબારામાં સરકારી જેટી બનાવવામાં આવી રહી છે. જેનું કામ જી.જે.પટેલ એન્ડ કું.ના કોન્ટ્રાક્ટર વિશ્વનાથ મલ્લપા કરી રહ્યા હતા. દરમિયાન ભાજપના નેતા લક્ષ્મણ પૂંજા ચારણીયા જેટીના સ્થળે આવી કોન્ટ્રાક્ટરને બિભસ્ત ગાળા બાલી અને તકરાર કરી લાફો ઝીંકી દીધો હતો. એટલું જ નહીં ધોકાથી મારવાની ધમકી પણ આપી હતી. વિશ્વનાથ મલ્લપાએ દીવ પોલીસમાં જઇ સરકારી કામમાં રૂકાવટ અને બિભસ્ત ગાળો આપી લાફો મારવા અને ધોકા મારવાના પ્રયાસની ફરીયાદ નોંધાવી હતી.
Continues below advertisement