TN વિધાનસભામાં હોબાળો, ધક્કામુક્કી કરી સ્પીકરનો ફાડ્યો શર્ટ, જુઓ વીડિયો
ચેન્નઇઃ તમિલનાડુ વિધાનસભામાં આજે મુખ્યમંત્રી પલાનીસામી માટે મહત્વનો દિવસ છે. વિધાનસભામાં બહુમત પરિક્ષણ દરમિયાન ડીએમકેના ધારાસભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્યોએ સ્પીકર સાથે ધક્કામુક્કી કરી તેમનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો. આ દરમિયાન ડીએમકેના ધારાસભ્ય કુ કા સેલ્વમ વિરોધમાં સ્પીકરની ખુરશીમાં બેસી ગયા હતા.
પન્નીરસેલ્વના જૂથ અને ડીએમકેના ધારાસભ્યોએ ગુપ્ત મતદાનની માંગ કરી..જેને સ્પીકરે ફગાવી દેતા ધારાસભ્યોએ ભારે હંગામો કર્યો હતો. સ્પીકરે વિધાનસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. ધારાસભ્યોએ વિધાનસભામાં ખુરશીઓ પણ તોડી માઇક્રોફોન ફેંકી સૂત્રોચ્ચાર કર્યો હતો. તમિલનાડુ વિધાનસભા બહાર બે હજાર પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
સ્પીકર પી ધનપાલે કહ્યું કે. મારી સાથે જે થયું છે તે હું કોને કહું. મારો શર્ટ ફાડી નાખવામાં આવ્યો અને મારુ અપમાન કરવામાં આવ્યું છે. પલાનીસામી અને સિનિયર મંત્રીઓ વચ્ચે બેઠક ચાલી રહી છે.