બોયફ્રેન્ડે દગો આપતા યુવતી ડીજે લઇને પહોંચી તેના ઘરે, દારૂના નશામાં આ રીતે કર્યો ડાન્સ
નવી દિલ્હીઃ પ્રેમમાં દગો મળ્યા બાદ યુવક-યુવતીઓ માનસિક સંતુલન ગુમાવી દેતા હોવાના તમે અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. પ્રેમમાં વિશ્વાસઘાત થયા બાદ તો યુવકો ડાન્સ કરી શકતા હોય છે પરંતુ યુવતીઓ પાસે આંસૂ વહાવ્યા સિવાય કાંઇ હોતું નથી એ વાત હવે માન્યતા જ રહી ગઇ છે. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઇ શકાય છે કે પ્રેમમાં દગો મળતા એક યુવતી પ્રેમીના ઘર બહાર ડીજે લઇને પહોંચી જાય છે અને આમિર ખાનની ફિલ્મ રાજા હિન્દુસ્તાનીના ગીત તેરે ઇશ્ક મેં નાચેગેં પણ ડાન્સ કરવા લાગે છે.
વીડિયોમાં યુવતી જે રીતે ડાન્સ કરી રહી હોય છે તેના પરથી તે દારૂના નશામાં હોય તેવું લાગી રહ્યું છે. યુવતીને નશામાં રસ્તા વચ્ચે ડાન્સ કરતી જોઇ આસપાસના લોકો એકઠા થઇ જાય છે અને તેની મજાક ઉડાવવા લાગે છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો વખત જોવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ વીડિયો ક્યાનો છે તેને લઇને કોઇ પુષ્ટી થઇ નથી. જોકે, લોકોએ વીડિયો શેર કરતા લખ્યું કે, ગુરુગ્રામના પટૌદી શહેરના હેલમંડીમાં યુવતી પોતાના પ્રેમીના ઘર પર ડીજે લઇને પહોંચી જાય છે અને દારૂના નશામાં ડાન્સ કરવા લાગે છે. વાયરલ વીડિયો પર ઘણા લોકોએ યુવતીને જિંદા દિલી કહ્યું તો ઘણા લોકોએ યુવતીની ટીકા પણ કરી હતી.