નશામાં ધૂત પોલીસ જવાને બાર ડાન્સરો પર ઉડાડ્યા રૂપિયા, વીડિયો વાયરલ
Continues below advertisement
લખનઉઃ ઉત્તરપ્રદેશના પોલીસ વડા સુલખાન સિંહ કાનૂન વ્યવસ્થા અને પોલીસ જવાનોના આચરણને લઇને ખૂબ ગંભીર છે પરંતુ તેમના વિભાગના કર્મચારીઓ સુધરવા માટે રાજી નથી. ઉત્તરપ્રદેશના શ્રાવસ્તીમાં એક પોલીસ કોન્સ્ટેબલ નશામાં ધૂત થઇને બાર ડાન્સરો સાથે ડાન્સ કરતો કેમેરામાં કેદ થયો હતો. એટલું નહીં નશામાં ધૂત થઇ પોલીસ વર્દીમાં જવાન બાર ડાન્સરો પર પૈસા ઉડાડતો જોવા મળી રહ્યો છે. હાલમાં આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.
એક રિપોર્ટ પ્રમાણે, એક પરિવારના ઘરમાં લગ્ન હતા અને છોકરાવાળાઓએ ડાન્સ પાર્ટીનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં બાર ડાન્સરોને બોલાવવામાં આવી હતી. ભોજપુરી ગીતો પર ડાન્સ ચાલી રહ્યો હતો એટલામાં પોલીસ કોન્સ્ટેબલ વ્યાસ સિંહ બાર ડાન્સરો સાથે ડાન્સ કરવા લાગ્યો અને રૂપિયા ઉડાડવા લાગ્યો હતો.
Continues below advertisement