STના કર્મચારીઓને સરકારની મોટી ભેટ, સાતમા પગાર પંચનો મળશે લાભ, જુઓ વીડિયો
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી અગાઉ ગુજરાત સરકારે એસટી કર્મચારીઓને ભેટ આપી છે. એસટી કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો સરકારે નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, સરકારે ગાંધીનગરમાં એસટી વિભાગના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, એસટીના કર્મચારીઓને 1 એપ્રિલથી સાતમા પગારપંચનો લાભ આપવાની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. સાતમા પગાર પંચની અમલવારી એપ્રિલ 2019 ના પગારથી ચુકવવામાં આવશે.