Gujarat assembly bypoll: લીંબડીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ ફોર્મ ભર્યુ
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં (Gujarat assembly bypoll) લીંબડી બેઠક (Limbdi bypoll) પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ (Kiritsinh Rana) ફોર્મ ભર્યુ હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલાના કાર્યક્રમમાં ભાજપમાં કેટલાક કોગ્રેસના કાર્યકર્તાઓ સામેલ થયા હતા. લીંબડીમાં (Limbdi Assembly constituency) ભાજપના નેતાઓએ કોગ્રેસના નેતાઓએ ખેસ પહેરાવી પક્ષમાં સામેલ કર્યા હતા. મહત્વનું છે કે લીંબડીમાં કોગ્રેસે હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી.