Gujarat Bypolls: કરજણમાં કોંગ્રેસના બે કાર્યકરોની રોકડ રકમ સાથે પોલીસે કરી અટકાયત
વડોદરા: કોરોના કાળ વચ્ચે પેટાચૂંટણીમાં આઠ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે કરજણ વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસે કોંગ્રેસના બે કાર્યકરોની 57 હજાર રૂપિયાની રોકડ સાથે અટકાયત કરી છે. કોંગ્રેસના કાર્યકરોની અટકાયક થતાં કોંગ્રેસના ઉમેદવાર કિરિટસિંહ જાડેજા કરજણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.