Gujarat Bypolls: ગઢડા વિધાનસભા બેઠક વિસ્તારમાં મંત્રી કુંવરજીભાઇ બાવળિયા કર્યો પ્રચાર

ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીના અંતિમ ચરણના ચૂંટણી પ્રચારમાં મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો.  તેમણે કહ્યું કે, જ્યાં જ્યાં પાણીની ફરિયાદ હશે ત્યાં આચાર સહિતા પૂર્ણ થશે એટલે સમસ્યા હલ થઈ જશે. તેમણે કહ્યું કે, ગઢડા,વલ્લભીપુર, અને ઉમરાળા ત્રણેય તાલુકામાં પ્રચાર કરી રહ્યા છીએ.અને ગઢડા વિસ્તારમાં ગામડે ગામડે બેઠકો કરી રહ્યાં છીએ. તેમજ આ વિસ્તારમાં પહેલા જે બક્ષીપંચ અને કોળી મતદારો કોંગ્રેસ તરફી હતા તે મતદારો હવે ભાજપ તરફી મતદાન કરશે.અને આ ગઢડા સીટ અત્યાર સુધી ક્યારેય ન જીત્યા હોઈ તેવી જંગી લીડથી જીતીશુ અને પાણીની જે કોઈ સમસ્યા હોય તે અમે ચૂંટણીની આચાર સંહિતા પૂર્ણ થયા બાદ સમસ્યા હલ થઈ જશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola