Gujarat Bypolls: આવતીકાલે રાજ્યની આઠ બેઠકો પર યોજાશે મતદાન , જુઓ વીડિયો
રાજ્યની ખાલી પડેલી આઠ બેઠકો પર આવતીકાલે પેટાચૂંટણી માટે મતદાન યોજાશે.આજે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે.મતદાનના દિવસ માટેની રણનીતિને આજે આખરી ઓપ અપાશે.જે તે મત વિસ્તારના જાતિ-જ્ઞાતિના મહત્વના આગેવાનો સાથે બંધબારણે બેઠકો અને મોટાભાગના મતદારોને પોતાની તરફેણમાં મતદાન મથકો સુધી લઈ જવાની રણનીતિ ઘડશે..આવતીકાલે સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે.જેમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ થશે.લીંબડી, ધારી, મોરબી, ગઢડા, કરજણ, ડાંગ, કપરાડા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી ભાજપ અને કૉંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો સવાલ બની રહેશે