કરજણમાં વાયરલ વીડિયોને લઈને જયરાજસિંહએ કહ્યું, પહેલા કોંગ્રેસના ઉમેદવારો ખરીદ્યા હવે મતદારો ખરીદે છે

Continues below advertisement
અમદાવાદ:  કરજણ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને રૂપિયાની લ્હાણીનો એક વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસે આ વીડિયો જાહેર કર્યો છે, તેમજ ચૂંટણી પંચને કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેને પગલે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે.  હવે વીડિયોને લઈ જયરાજસિંહએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપને હાર ભાળી ગઈ છે, લોકપ્રિયતા અને સરકારના કામ કર્યા હોય તો પૈસા વહેચવાની શું જરૂર. પહેલા કોંગ્રેસના ઉમેદવારો ખરીદ્યા હવે મતદારો ખરીદે છે. ભાજપ હંમેશા દારૂ, ચવાણા, પૈસા વહેચે છે. આવા ઉપાયો કરીને ચૂંટણી જીતવા માગે છે. એમની લોકપ્રિયતા કે વિકાસના કામ છે જ નહિ.  ગેરકાયદે કૃત્યો થકી ચૂંટણી કઈ રીતે જીતાય તે જ ધ્યાન રાખે. આ સિવાય સોમા પટેલના વીડિયો મામલે કહ્યું કે, સ્ટિંગ ઓપરેશન આવા જ હોય. કેટલા પૈસા આપ્યા તે રંગે હાથે પકડાયા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram