કોણ બનશે ધારાસભ્ય ? મોરબી વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મતદાતાઓનો શું છે મૂડ ? જુઓ વીડિયો

મોરબી વિધાનસભાની પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમે મોરબીની જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો તો જેમાં  એવી હકીકત સામે આવી કે, અત્યાર સુધીના એક પણ ધારાસભ્યના કામથી મોરબીની જનતા ખુશ નથી. ભાજપ કે કોંગ્રેસ કોઈપણ પક્ષના ધારાસભ્યોએ પ્રાથમિક સુવિધાના કર્યા કર્યા નથી. મોરબીની જનતાએ જણાવ્યું કે તેમને સારા રોડ- રસ્તા નથી મળ્યા, ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. શહેરમાં એક પણ બગીચો કોઈ ધારાસભ્યો પ્રજાને નથી આપી શક્યા. હવે મોરબીને પોતાનું સમજીને પ્રજા માટે કામ કરનારા ધારાસભ્ય મોરબીની જનતા ઇચ્છી રહી છે..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola