કોણ બનશે ધારાસભ્ય ? : કપરાડા બેઠકના માંડવા ગામના મતદાતાઓનો શું છે મૂડ ? જુઓ વીડિયો

Continues below advertisement
જીતુ ચૌધરીના રાજીનામાં બાદ કપરાડા વિધાનસભા બેઠક ખાલી હતી. તેના પર  પેટાચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે કપરાડા વિધાનસભા પેટાચૂંટણીને લઈ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એબીપી અસ્મિતા કપરાડા ના ચાવશાળા ગ્રામીણ વિસ્તારમાં પહોંચી ત્યારે લોકો એ એકસુરમાં કહ્યું કે મત લઈ જાય પણ કામ કરતા નથી. ચાવશાળા ગામમાં પાણીની સમસ્યા ખુબજ વિકટ છે. 500 કરોડ થી વધુ નો મધુવન ડેમ પાણી પ્રોજેક્ટ માત્ર ચોપડા પર ચાલી રહ્યા હોવાનું ગ્રામજનો નો આરોપ છે.  આ ઉપરાંત ગામ ના લોકો માટે પૂરતી બસ વ્યવસ્થા નથી તેને ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ છે. સવારે અને સાંજે વાપી વલસાડ કામ પર જનારા લોકો ને ચાવશાળા પરત ફરવા માટે બસ ની વ્યવસ્થા કરવા આજીજી છે. વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનેટ સુવિધાઓ માં પણ વધારો થાય તેવું ગામજનો ઈચ્છી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram