મેક ઈન ઇન્ડિયાના સરકારના સરકારના સંકલ્પના પગલે એક્સ સર્વિસમેન માટે કોર્પોરેટ વર્લ્ડમાં ઘણી તકોઃ એયર માર્શલ આર.કે. ધીર
Continues below advertisement
અમદાવાદઃ એક્સ સર્વિસ મેન અને થોડા સમયમાં નિવૃત્ત થનારા સૈનિકો માટે વડસરમાં 9 જુલાઈએ નોકરી મેળો યોજાશે. ડાયરેક્ટર જનરલ ઓફ રીસેટલમેન્ટ અને સી.આઈ.આઈ.ના સંયુક્ત પ્રયાસમાં થનારા આ નોકરી મેળામાં 23થી વધુ કોર્પોરેટ કંપનીઓ ભાગ લેશે. આ જોબ ફેયરમાં કોર્પોરેટ જગતને સ્કિલ્ડ વર્ક ફોર્સ મળી રહે તે માટેનું પ્લેટફોર્મ પૂરું પડાશે. સાઉથ વેસ્ટર્ન એયર કમાન્ડના એયર માર્શલ આર.કે. ધીરે આ મામલે વિગતો આપી. તેમના મતે સ્કિલ્ડ ઇન્ડિયા અને મેક ઈન ઇન્ડિયાના સરકારના સરકારના સંકલ્પના પગલે એક્સ સર્વિસમેન માટે કોર્પોરેટ વર્લ્ડમાં ઘણી તકો રહેલી છે.
Continues below advertisement