ભાજપની જીતથી ખુશ આ મુસ્લિમ પરિવારે બાળકનું નામ રાખ્યું ‘નરેન્દ્ર મોદી’, જાણો કારણ
ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લામાં લોકસભા ચૂંટણી પરિણામના દિવસે જન્મેલા એક બાળકનું નામ ‘નરેન્દ્ર દામોદર દાસ મોદી’ રાખ્યું છે. આ નામ રાખવા પાછળ પણ એક રસપ્રદ કહાની છે. બાળકની માતા મેહનાઝે જણાવ્યું કે જ્યારે આ ખુશખબર દુબઈમાં રહેતા પતિને આપી રહી હતી ત્યારે તેના પતિએ કહ્યું કે શું નરેન્દ્ર મોદી આવ્યા છે ? તેના બાદ મે બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવાનો નિર્ણય કર્યો.