વડોદરાઃ કારચાલકે પોલીસ જવાન સાથે કરી મારામારી, વીડિયો થયો વાયરલ
Continues below advertisement
વડોદરાઃ શહેરના અકોટા બ્રિજ પાસે ધૂળેટીની રાત્રીએ એક કારચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે મારામારીની ઘટના બની હતી. મળતી વિગતો અનુસાર, ટ્રાફિક પોલીસના જવાને એક કારચાલકને અટકાવ્યો હતો. દરમિયાન બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેનાથી ગુસ્સે ભરાયેલા ટ્રાફિક જવાને કારચાલકને લાફા મારી દીધા હતા. આ સમગ્ર ઘટના ત્યાં ઉભેલા લોકોએ મોબાઇલમાં કેદ કરી લીધી હતી. હાલમાં આ વીડિયો વોટ્સએપ પર ખૂબ વાયરલ થયો છે.
અકોટા બ્રિજ વિસ્તારમાં ધૂળેટી પર્વના દિવસે રાત્રિના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકને પોલીસે કાર સાઇડમાં લેવા કહ્યું હતું. દરમિયાન પોલીસ અને કારચાલક વચ્ચે બોલાચાલી થઇ હતી. બંન્ને વચ્ચે મામલો વધુ ગરમાતાં પોલીસ અને કાર ચાલક યુવાન મારા મારી ઉપર ઉતરી આવ્યા હતા. પરંતુ યુવાને પોલીસને પણ લાફો ઝીંકી દેતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
Continues below advertisement